હું કે તું ?
આ પ્રશ્ન ક્યારેય ન હોવો જોઈએ આપણી વચ્ચે.
સંસાર આપણો છે તો સાથે મળીને નિભાવીશું.
મેં આ કર્યું, તારે આ કરવું પડશે એવું ન વિચારીશું.
સુખમાં સાથે હસીશું, તો દુઃખમાં સંગાથે રડીશું.
કંઈ સારું થાય તો મેં કર્યું ને ખરાબ તારાથી થયું,
એવો દોષનો ટોપલો એકબીજા પર કદી ન ઢોળીશું.
જીવનના દરેક પડાવ એકબીજા સાથે પાર કરીશું.
જુવાની તો જોશમાં નીકળી જશે, આપણે તો....
જીવનસંધ્યાએ પણ હાથમાં હાથ પકડીને ચાલીશું.
હું કે તું ક્યારેય ન બનીએ, આપણે જ બનીને રહીશું.
-Mir