“ગામડીયા
ભલે ઉભરાતાં સ્માર્ટ સિટીમાં વસીએ ,
અમે દિલે ગામડીયા છઈએ !
ભલે વાંચતાં iphoneમાં જઈએ ,
અમે દિલે ગામડીયા છઈએ !
ભલે ઘૂમતાં દેશ વિદેશમાં ભમીએ ,
અમે દિલે ગામડીયા છઈએ !
ભલે પહેરતાં રીબોક ને જિન્સ રહીએ ,
અમે દિલે ગામડીયા છઈએ !
વળી ,
કાંઈ કદી ફૂંકીને પીવાનું ફાવે નહીં ,
પીતાં સબડકા જોરથી લઈએ !..અમે દિલે
માપી તોલીને કહેવાનું ફાવે નહીં ,
કહેતાં રોકડે જ પરખાવી દઈએ ! ..અમે દિલે..
ટીપાનાં બજેટમાં લાગણીઓ વરસે નહીં ,
વરસતાં ધોધમાર જ છલકાવી દઈએ ..
…હા અમે એવા જ ગામડીયા છઈએ !!
સૌજન્ય
WhatsApp
અત્રિ
અનન્ય ત્રિવેદી
૧૮.૦૪.૨૦૨૩