...#... રહસ્યમયી નવ (૯) અંક નો મહિમા ...#...
માતૃભારતી પરિવારના દરેક પરિજનને "જય ભોળાનાથ" 🙏🙏🙏
કેમ છો બધાં???
સુખમાં તો છો ને???
ઘણા સમયથી કોઇ જ્ઞાનગોષ્ટી ન કરી શકવા બદલ ક્ષમાપ્રાર્થી છું.
ચાલો આજે જરાક સમય મળ્યો છે, તો આ જ્ઞાનગોષ્ટીના ઉપવાસમાં જરીક જ્ઞાનચર્ચા રુપી ફરાળ કરી જ લઇયે...
શિર્ષક વાંચીને તો જાણી જ ગયા હશો કે, આજે નવ ના અંક પર ચર્ચા ચાલવાની છે.
તો વધુ સમય ન લેતાં,જાણીએ નવ ના ભેદ વિશે.
નવદુર્ગા,નવરાત્રી,નવનાથ,નવરત્ન,નવ નિધિ, નવરસ,નવભાવ,નવ દરવાજા,નવગ્રહ,નવ તત્વ....
આ બધા છે સૃષ્ટીના આધાર...
ક્યારેય વિચાર્યું છે કે નોરતાં નવ જ કેમ? ૧૦/૧૧ કે આઠ કેમ નહીં?
રત્નો નવ જ કેમ? કોઇ અન્ય અંક કેમ નહીં?
કારણ કે, નવ એ સ્વયં માંજ પરિપૂર્ણ છે.
સૃષ્ટીની સંપૂર્ણતા આ નવ અંક બંન્ને એકબીજાના પર્યાય બની રહે છે.
#નવદુર્ગા :-
નવરાત્રિમાં માતાજીના નવ સ્વરુપો નવદુર્ગાની પૂજા થાય છે. આ નવ માતા નવ દિવસોના ક્રમ પ્રમાણે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિધ્ધીધાત્રી. ૧૦૮ માળાની જપના આંકનો સરવાળો પણ ૯ છે. જ્યારે ૧૦૮ એટલે ૧૨ ને ગુણ્યા ૯.
# નવરાત્રી :-
પ્રભુ શ્રી રામે રાવણ સામે વિજય પ્રાપ્તિ માટે આ નવ દિવસ નવ દુર્ગાની ઉપાસના કરી. અને દસમે રામે રામ રમાડ્યા રાવણના...
# નવનાથ :-
નવનાથ સંપ્રદાય પ્રમાણે નવ ગુરુઓ પરમાત્માના પ્રતિનિધિ તરીકે પૃથ્વી પર ઉતરેલા હતા અને તેઓ હજુ પણ લીલા કરે છે.
મછિન્દરનાથ, ગોરખનાથ, જલંધરનાથ, કનિફનાથ, ગાહિનીનાથ (ગેબી પીર), ભુર્તહરિનાથ, રેવાનાનાથ, ચરપતિનાથ અને નાગનાથ (નાગેશનાથ) આમ નાથ પણ નવ છે.
# નવરત્ન :- રત્નો પણ નવ છે, જે જુદા જુદા ગ્રહોની તાકાત વધારવા ધારણ કરાય છે.
૧) રાજરત્ન - રુબી (સૂર્યગ્રહ)
૨) મોતી - પર્લ (ચંદ્ર)
૩) લાલ રત્ન (રેડ કોરાલ – મંગળ)
૪) પન્ના - એમેરાલ્ડ ગ્રીન સ્ટોન (બુધ)
૫) પુષ્પરાજ (યેલો સેફાયર -ગુરુ)
૬) હીરો (ડાયમંડ વ્રજમ્ – શુક્ર)
૭) નિલમ (બ્લ્યુ સેફાયર-શનિ)
૮) પોંખરાજ રત્ન (હેઝોનાઇટ – રાહુ)
૯) વૈદુર્ય (કેટ્સ આઈ – કેતુ)
# નવ નિધિ :-
નિધિઓ પણ નવ છે.
૧) મહાપદ્મ
૨) પદ્મ
૩) શંખ
૪) મગર (પ્રતિકૃતિ)
૫) કાચબો (પ્રતિકૃતિ)
૬) નંદ
૭) કુંદન
૮) નિલ રત્ન
૯) ખર્વ
# નવ દરવાજા :-
શાસ્ત્રો પ્રમાણે બે આંખો, બે કાન, મોં, નાકના બે નસકોરા, તેમજ ગુદા અને મુત્રમાર્ગ આ નવ અંગો સ્થૂળ અને સુક્ષ્મ દેહને જોડતા પ્રવેશદ્વારો છે.
# નવગ્રહ :-
સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ,રાહુ અને કેતુ.
# નવ તત્વ :-
બ્રહ્માંડ પણ મુખ્યત્વે નવ તત્ત્વોનું બનેલું છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, ઇથર, સમય, અવકાશ, આત્મા અને મન.
# નવ રસ :-
આજે આપ સૌ સ્વયંનું એક રહસ્ય એ પણ જાણી લો કે,
કલા, નાટય અને ભાવ જગતની રીતે માનવી નવ પ્રકારના રસ અને મુદ્રાથી બનેલો છે.
શ્રૃંગાર, હાસ્ય, રૌદ્ર, કરુણા, બિભિત્સ, ભયાનક, વીર, અદ્ભુત અને શાંત આ નવ રસ પર જ સૃષ્ટિ અને અભિનય શાસ્ત્ર ટક્યું છે.
# નવ ભાવ :-
નવ રસ છે તો ભાવ પણ નવ છે. પ્રેમભાવ, હાસ્ય, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જિજ્ઞાસા વિસ્મય તથા સ્થાયી એમ નવ ભાવ થયા.
હિન્દુ સંસ્કૃતિમાં જ નહીં ચીનમાં પણ નવ શુભ મનાય છે. ચીની ડ્રેગન નવ પ્રકારના હોય છે. ચીન સંસ્કૃતિના ગ્રંથોમાં (સ્વર્ગ)ના મંદિરનો જે ઉલ્લેખ છે તેમાં પ્રવેશ દ્વાર પર નવ અને તે પછી તેના ફરતે બીજા નવ એમ નવ વર્તુળ છે આમ જે ૮૧ વર્તુળની ડિઝાઈન છે. ૮૧ના બે આંકડાનો સરવાળો પણ નવ છે.
એક્યુપંક્ચર વિજ્ઞાનમાં પણ હૃદયના નવ પોઇન્ટ પર પ્રેશર આપીને હૃદયરોગની સારવાર થતી હોય છે.
જૈન ધર્મના નવકાર મંત્રમાં નવ શ્લોક પંક્તિઓ છે.
ઇજિપ્તમાં નવ દેવીની પૂજા થતી આવી છે.
ઇસ્લામ ધર્મીઓ તેમના કેલેન્ડરના નવમાં મહિનામાં રમઝાન મનાવતા હોય છે.
કોઈપણ રસાયણની શુધ્ધતાનું પરીક્ષણ કરવું હોય,તો નવ પ્રકારના માપદંડમાંથી ને ખરું ઉતરવું પડે છે.
આમ તો ટેકનોલોજીનો માપદંડ પણ આઈ.એસ.ઓ.-૦૯ જ છે ને.
અંકગણિતની રીતે જોઇએ તો નવ એ સૌથી મોટો એક આંકડાનો નંબર છે. ૯ નો કોઈપણ રકમ વડે ગુણાકાર કરો અને જે ઉત્તર આવે તે આંકડાનો સરવાળો નવ જ થાય છે.
આમ નવનો મહીમા એમ જ અનાયાસે નથી. તેમાં શુભ સંકેત, શુભ સાક્ષીભાવ અને તન મન અને ધનની પ્રાપ્તિ માટેના સાક્ષાત્કારનું દિશાસૂચન છે.
ત્રણ અને તેના ગુણાંક નવમાં જ પ્રહર, ઋતુ, સૃષ્ટિ અને સર્જનહારો સમાયેલા છે.
આમ આ નવમ્ અંકનું જ્ઞાન અને મહિમા અને સિદ્ધિ -નિધિ સૌને ઉતરે અને ફળે એવી ભોળાનાથને પ્રાર્થના...
# ફાલ્ગુનીજીના સૌજન્યથી...
સૌને જય ભોળાનાથ...
હર હર મહાદેવ..... હર.....