બળે છે
નજીક આવ્યા પછી જવામાં અધિક મનમાં બળે છે.
પછી અમીરાઈ મનની જોઈ શકાય જૂઓ, ચળે છે?
ઘમંડ તારો અહીં જ માટી થઈ જશે, શું કરીશ ત્યારે?
કથા કરમનીય સાંભળીને કદી કરમ આવતું ગળે છે.
વખાણ કરતા કહ્યું નિરાશા અધિક હાવી થવા ન દેશો,
કરેલ મહેનત કદી નકામી જતી નથી ક્યાંક તો ફળે છે.
હવે લગીરેક વાર કરવી નથી ને દોડી ઘરે જવામાં,
અભાવ સઘળા ભાગી ગયા, નજરથી બચી તળે છે.
અપાર શ્રદ્ધા થકી તો ઈશ્વર ગણી અધિકાર આપ્યો'તો,
ઠરી જતી લાગણી અહીંયા ઠગાય ઈશ્વરની દુઃખ દળે છે.
વગાડ નોબત અને નગારા જગાડવા છે પ્રમાદમાંથી,
નમાવ માથું પ્રથમ પછી જો હશે જે મનમાં અહીં મળે છે.
શરત હતી વાચવું વધારે કદીય લખવું નહીં અજાણ્યું,
પ્રયાસ કરવા શરત માની પછી વધારે શબદ છળે છે.©
કાજલ
કિરણ પિયુષ શાહ