અંધારી રાત
ચીબરીનો તીણો.અવાજ..
પાંદડાનો ખડખડાટ
પવનનો સુસવાટો
ને
અમાસની અંધારી રાત..
ખુદનો હાથ પણ દેખાય નહીં..
એવી એ રાતે..
હાથમાં ફાનસ લઈ...
એક ગામથી બીજે ગામ
બળદજોડી ગાડું લઈ નિકળ્યો...
પાદરે અગોચરની અફવાને ઘોળી પીધી..
મનમાં રામનું નામ
ને
ગાડામાં સુવડાવેલ વૃધ્ધા
ગાડું ચાલ્યું...
ગામલોકોએ ઉપર હાથ જોડી
રક્ષાની ભીખ માંગી...
હજી તો મૂંછનો દોરો ફૂટયો'તો
ખોરડે સાહબી અપાર
નોકર ચાકર.. પણ..
આજ સાથે કોઈ નહીં..
હિંમતને મુઠ્ઠીમાં ભરી
ડરને ગજવે ઘાલી..
વૃધ્ધાને ધરપત આપતો...
પાદરે પહોંચ્યો...
વીજળીનો ચમકારો
વાદળનો ગડગડાટ...
ને એક ડરનો ઓછાયો
પણ
તરુણ હિંમતથી વધ્યો
આખરે આખરી સહારો
સ્વજન સર્વસ્વ એવી બા
પહોચ્યો બચાવવા વૈદ્યને આંગણે
કે
ડોકટરને દ્વારે એ અંધારી રાતે...
"કાજલ"
કિરણ પિયુષ શાહ