* નવપરણેતર *
તું જયારે વ્હાલથી મારું લલાટ ચૂમે,
ને મારું કુમકુમ તિલક મહેકી ઉઠે..
તું જયારે આપી અવાજ રાહ જુએ,
ને મારા પગની પાયલ છનકી ઉઠે..
તું પ્રેમથી મારો હાથ તારા હાથમાં લે,
ને મારા હાથના કંગન રણકી ઉઠે..
આંખોના ઈશારે તું સ્પર્શે મને,
ને મારા કાજલભર્યા નૈન શરમાઈ ઉઠે..
શણગાર સજુ હું રોજ તારા કાજે,
બનું હું રોજ તારી નવપરણેતર...
-Priyanka Chauhan