તારવાનું છે.
કારણ ઘણાય હાથવગા શ્રી સવાનું છે.
આઘાત લાગશે જ છતાં હારવાનું છે.
સાચું બધુંય ખૂબ ગમે માનવાનું છે.
ચેકી શકાય ભૂલ અહીં ચેકવાનું છે.
ધારેલ વાત હોય અધૂરી અભાવથી.
મનથી પસંદ ખાસ અહીં રાખવાનું છે.
અનહદ લગાવ પ્રેમ બધું હોય તોય ત્યાં,
ભૂલી શકાય પ્રેમ અહીં ભૂલવાનું છે.
તકલીફ કેમ આજ પડી એ સમજ પડી?
દર્પણ બધુંય સત્ય કહે ભાળવાનું છે.
મનનો અભાવ ખાસ નડે, મન કહ્યું કરે?
કારણ વિનાય આજ ઘણું ત્યાં થવાનું છે.
કાજલ કદીક કામ પડે યાદ આવશે.
ત્યારે લગાવ ખાસ બતાવી જવાનું છે. ©
ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા
કાજલ
કિરણ પિયુષ શાહ