ઊંચી ઉડાન ઉડવા પક્ષીઓને પાંખો જોઈએ છે
આ જગતને આંબવા માણસને કોઈનો સાથ જોઈએ છે
દિકરી તમારી આખું ગગન એકલી જ પાર કરી શકે
બસ, એને એના બાપનો સાથ જોઈએ છે
દિકરીને ઊંચી ઉડાન ભરવા દો
એને આખા ખુલ્લા ગગનમાં વિહરવા દો
ના નાંખો એની માથે તમારા કામનો બોજો
ના કરો જલદી એને પરાઈ કરવાની કોઈ ઉતાવળ
ના બાંધી રાખો એને તમારી ધારણાઓ વચ્ચે
ના ધર્મના નામે એના વ્યક્તિત્વને ઓગાળી નાખો
આ ફૂલ છે તમારા આંગણાનું જ
એના સપનાઓને તમારા આંગણામાં જ ખીલવા દો
મૂરજાય ના જાય આ ફૂલ ક્યાંક
તૂટી ના જાય એના સપના તમારા કાજ
આપો તમારો વિશ્વાસ અને હોશલો ઉડવા માટે
વધારે કંઈ નહિ તમારી દિકરીને માત્ર તમારો વિશ્વાસ જોઈએ છે.
યોગી