પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ,
એના વળી ક્યાં હોય છે કોઈ નેમ !!...
તને ગમવું ને તને ગમાડવું,
એ માટે કોઈ કારણને શા કારણ સમાવું ??...
તને ચાહવું એટલે માત્ર તને જ ચાહવું,
સાગરની જેમ શા માટે કોઈ સરહદમાં બંધાવું??..
મારું જીવવું ને મારું મરવું,
હરપળ તારા એહસાસને શ્વાસોમાં ભરવું.....
મારી તમન્નાઓ ને મારી આકાંક્ષાઓ,
એટલે તારા સાથને હરદમ ઝંખવું....
જાણે છે તું,
કારણ " સરગમ"ના લખવાનું,
એ તો બહાનું છે, તારી
પ્રિતમાં તરબોળ થવાનું.....
---સરગમ
-Priyanka Chauhan