સૌથી મોટો ખેલાડી છું, હું આ જગતનો
આ લાગણીને વશ થઈ જાવ છું
બસ, દરેક વખતે એક ભૂલ કરી જાવ છું
માણસ છું, માણસને પ્રેમ કરી જાવ છું
લાગણી જ મારી જીત
લાગણીથી તો થતી મારી હાર
આ હારને વશ થઈ જાવ છું
માણસ છું, માણસને પ્રેમ કરી જાવ છું
લાગણી જ મારી તાકાત
લાગણી જ મારી કમજોરી
આ કમજોરીને વશ થઈ જાવ છું
માણસ છું, માણસને પ્રેમ કરી જાવ છું
લાગણી જ મારી મૂર્ખામી
લાગણી જ મારું બંધન
આ બંધનને વશ થઈ જાવ છું
માણસ છું, માણસને પ્રેમ કરી જાવ છું
અંતમાં,
લાગણી જ મારી પહેચાન,
લાગણીથી તો તે પુર્યા મારામાં પ્રાણ
લાગણી જ મારા અને જાનવરો વચ્ચેનો છે તફાવત
તો પણ હેવાનોને વશ થઈ જાવ છું
માણસ છું, માણસને પ્રેમ કરી જાવ છું
માણસ છું એટલે જ માણસને પ્રેમ કરી જાવ છું
યોગી
-Dave Yogita