ભાગતો
પાપના ડરથી હવે ફફડીને આતમ બાળતો,
છે રખોપા રામના જાણી અહીં ડર ભાગતો.
એક ગમતી પળ મળે આશા ઘણીયે રાખતો.
ડાઘ મનનો એ સ્વીકારે આશ રાખી ચાલતો.
ભરબજારે હાંસી ઉડતી કેમ જાણો છો હવે?
નાર ઘરની લાજ એની આજ આવી ઢાંકતો.
લીટી મોટી કેમ કરવી વાતમાં ગભરાય ને,
ભૂલ મોટી માનવીથી થાય ત્યારે જાગતો.
સારથી છો સારથીપદને નિભાવો પ્રેમથી,
હારવું કે જીતવું આસાન ક્યાં છે જાણતો.
મન અહીંયા હિજરાતું હિજરત કરતાં ઘણુ,
યાદ આવી આજ સૌદાગરની મનથી કાઢતો.
છાબ ભરવી કામ કપરું કોણ જાણે કેમ છે?
ને મજામાં છું કહીને મન વલોવી નાખતો.
કાજલ
કિરણ પિયુષ શાહ