તારી સાથેની એક સાંજથી શરૂ થયેલી આ વાત,
એનાં પછી અપલક જાગીને કાઢેલી આખી રાત... હજીય સાચવી રાખેલ છે.
ફક્ત પ્રિયે લખ્યું હતું એમાં, નહતું તારું કે મારું નામ,
ચબરખી જે ફેંકી હતી તે મારી સામે આપી સલામ... હજીય સાચવી રાખેલ છે.
સ્મિત સાથે તે આપેલું દોસ્તીનું પહેલું લાલ ગુલાબ,
અલગ રોમાંચ સાથે મેં જેમાં રાખેલું એ કિતાબ... હજીય સાચવી રાખેલ છે.
તારી સાથે બાઈક પર વિતાવેલી એ ભીંજાયેલી સવાર,
ભીની રોશનીમાં હાથ પકડી કરેલો પ્રેમનો એકરાર... હજીય સાચવી રાખેલ છે.
જ્યા હાથ પકડી આપણે ફરતા હતા એ કાંકરિયાની પાળી,
દૂર અંધારાની મસ્તીઓ જેને કોઈએ નથી ભાળી... હજીય સાચવી રાખેલ છે.
-તેજસ