સવારથી ભાગમભાગ કરીને મળી છે તો બસ અશાંતિ.
અરે ઓ જીંદગી, તું આજે કેમ મારી વાત નથી માનતી?
મારું મારું કરી આખી જીંદગી મેં મનમાં જ બધું ભર્યું.
તો પણ શાંતિ ન મળતાં, મન ખુદને જ વારંવાર કરગર્યું.
ગમતી વસ્તુઓને મેળવવા મેં કરી દોડાદોડી વારંવાર.
કાવાદાવા કરી લાવ્યો પણ ખુશી નાં મળી ક્ષણવાર.
જે સમજણ હતી તે બધી જ ભેગું કરવામાં વપરાઈ ગઈ
જ્યારે આપી દીધું તો ખુશી સામેથી જીવનમાં આવી ગઈ.
આજે ખુશ થવું, કરવું ને રહેવું એ મારી ખુદની પસંદ છે.
સાચે જ સુખનો પર્યાય તો હસતું રમતું એક શાંત મન છે.
-તેજસ