" ગઝલ લાગતી "
( ગઝલ )
છંદમાં તું રમલ લાગતી.
એટલે પ્રિય ગઝલ લાગતી.
આવતી તું નજર ક્યાંય ના;
જગ બનીને સકલ લાગતી.
કોઈને પણ ગમી જાય છે;
ફૂલ જાણે કમલ લાગતી.
પ્રેમનો પાક ઉગશે ઘણો;
એક લીલી ફસલ લાગતી.
રોજ Bન્દાસ પૂજે તને;
તું ખુદાની નકલ લાગતી.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતદારિક = ગા લ ગા × ૦૩