શું કહું આજ તહેવાર હોળી ધુળેટી નો !
ચાલ તારા ગાલ ગુલાલથી રંગી દઉં !
તું દોડી સંતાઈ જાય ઘરના અંગત ખૂણે!
હું પકડી રંગનું કુંડુ તારા ઉપર ઢોળી દઉં
❤
દિલની હોળી છે આ
પરસ્પરની મજા લૂટી લે !
અનંત જન્મની તપસ્યા,
તારા ઉપર ઢોળી દઉં.
🌹
મારા પ્યારમાં ઓ બેપરવાહ !
ક્યારેક પરવાહ કર !
સાત જનમ નહિ,ભવોભવની
પ્રીત ઢોળી દઉં!
❤
તારા સ્નેહ સાગરમાં ન્હાવું ખાબોચિયાં ગમતાં નથી !
તારી જિંદગીના જંગમાં પિંછી એક વધુ બોળી દઉં.
ભેદ નાના મોટાના છે જ ક્યાં આ ભવસાગરમાં !
તરવું છે તારા સહારે પકડ મને સાહીલ બનાવી દઉં.
- वात्सल्य