કરવા હતાં ઘણાં સારાં કર્મો,
આ થોડો અહમ્ વચ્ચે નડી ગયો,
માંગવી હતી ઘણી ભૂલોની માફી,
આ નાની જાત સાથે નમી ના ગયો,
બોલવી હતી ઘણી મીઠી વાતો,
આ ઝીણા ક્રોધને ગળી ના ગયો,
દુનિયા સામે ઘણી ખોટી દેખાણી,
આ મનની આંખોથી દબાઈ ગયો,
ઉઘાડું બધાં બંધ બારણાઓને,
આ તો સાચાં જીવનમાં સમાઈ ગયો..
મનોજ નાવડીયા