*આજ મારે હડતાલ*
ગૃહિણી બોલી આજ હું પાડુ હડતાલ?
તમને મળે રજાની નવરાશ,
હડતાલના બહાને રજા,
અનેકવિધ રજાઓ.
તમારી રજા અને મારે કામ બમણુ,
તમે મિત્રોની મહેફિલ જમાવો,
ચા નાસ્તાની ફરમાઇશો વધારો.
બાળકોની ધીંગામસ્તી પણ કામ જ વધારતી..
તો આજ મારે જોઈએ છે રજા..
હું આજ પાડું હડતાલ..
ધરની સફાઈથી રસોઈની હડતાલ.
આજ હું કરું મારુ મનપસંદ કામ..
કોઈ પુસ્તક વાંચુ?
સંગીત સાથે બાગમાં લટાર મારું?
સખી સાથે આજ બધું ભુલી માણું નવરાશની પળ..
પતિદેવ કહે પાડી શકેતો પાડ હડતાલ.
બાળકો હર્ષથી બોલ્યા વાહ આજતો મજા..
પીઝા બર્ગરને કોલ્ડડ્રીકની પાર્ટી.
આજ નો હોમવર્ક નો ટયુશન
મોમ! તું પાડ હડતાલ
અમારો તને પુર્ણ સહકાર.
તંદ્રા તુટીને.. ના.. ના.. કહી
ગૃહિણીએ હડતાલની પુર્ણતા જાહેર કરી.
કામે ચડી...
હડતાલ કરીશ ફરી કોઇવાર...
કદાચ..©
"કાજલ"
કિરણ પિયુષ શાહ