મારો પડછાયો પણ સાથ છોડી દે
ત્યારે તું ઊભી રહી જાય છે
શું કહું,તને? જીવનમાં જો હારી જાઉં
ત્યારે મારી હિંમત બની, તું ઊભી રહી જાય છે
મારા દુઃખમાં લડવા માટે
શકિત બની, તું ઊભી રહી જાય છે
સુખની તો વાત જ શું કરું?
મારા સુખની ચાવી બની, તું ઊભી રહી જાય છે
મારી આઈડલ તું છે, મારી બેસ્ટી પણ તું છે
ક્યાંક ને ક્યાંક મારા દરેક દર્દની પણ દવા તું છે
અંધારું છવાય જાય ચારેય બાજુ
ત્યારે મારી એ રાતની સવાર બની, તું ઊભી રહી જાય છે
અંતમાં,
અભિમાન કરું કે ગુમાન મારા નસીબ પર
કેમકે, જ્યારે નસીબ પણ સાથ છોડી દે
ત્યારે મારી તકદીર બની ઊભી રહી જાય છે
યોગી
-Dave Yogita