" નજર ના હટાઓ "
( ગઝલ )"
જુઓ સામુ મારી નજર ના હટાઓ.
થતી જાય પ્યારી અસર ના હટાઓ.
તમે રોજ આવી ન પાછા વળો કે;
મહેંકે ચમન એ અત્તર ના હટાઓ.
ઘણો આજ ફોટો સરસ આવશે હા;
નમી જો ગયા તો કમર ના હટાઓ.
મલાજો કર્યો છે ગમી વાત અમને;
શરમ નાકથી પણ ઉપર ના હટાઓ.
મજા આવતી ઓઢણીમાં રહો તો;
સરસ લાગતા બહુ અગર ના હટાઓ.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુત્કારીબ : લ ગા ગા × ૦૪