અંતરથી અંતરનું, અંતર વધી ગયું,
વેદનાઓ વીંધે છે આરપાર,
તોય મજામાં છું......
હાથમાં હાથ રાખી સાથ માં ચાલતા'તા,
રાહ જોવામાં રાહો બદલાઈ ગઈ,
તોય મજામાં છું......
નીંદર ઊડી, પહેલા વાતોમાં ને પછી વિરહમાં,
સપનાઓ થયા છે તાર તાર,
તોય મજામાં છું.....
નામથી નામ નહીં, દિલથી ધડકન જોડી' તી,
હવે એકલા લડખડાય છે કદમ,
તોય મજામાં છું....
તું જ મારી અવની ને તું જ મારો આકાશ,
બચ્યો છે તારા વિના હવે શૂન્યવકાશ,
જો ને, તોય મજામાં છું....
--- સરગમ
-Priyanka Chauhan