અજાણ્યા શહેરમાં રહેતા આવડી ગયું
પિયરની માયા મૂકી સાસરીમાં જીવતા આવડી ગયું
આવડત હોય છે જનમથી આ તો દરેક સ્ત્રીમાં
પારકાને પોતાના બનાવતા આવડી ગયું
સાસુ સસરામાં માં - બાપ જોતા આવડી ગયું
તારુ મારુ કરતા કરતા આપણુ કરતા આવડી ગયું
નાનકડી નણંદડી સાથે હસતાં રમતા આવડી ગયું
દિયરને પાકો દોસ્ત બનાવતા આવડી ગયું
ખારૂ તીખું બનાવતા બનાવતા, મીઠાસ જાળવતા આવડી ગયું
નવી નવી વાનગી સાથે, સંબંધો બાંધતા આવડી ગયું
પોતાનો માળો જાતે બાંધતા આવડી ગયું
પ્રેમ સાથે પરિવાર મેળવતા આવડી ગયું
યોગી
-Dave Yogita