પ્રભુ,
ખૂટતું નથી કંઈ, પણ કંઈક ખૂટે છે,
દિલને સમજાવવું કેમ, જે અંદર તૂટે છે,
છે ભલે સુખ સમગ્ર વિશ્વનું સામે,
ક્યાંક તો અટક્યો છે શ્વાસ, રુંધે છે.
કદાચ જાણે 'તું' અને જાણું છું 'હું'
મનમાં ધરબાઈ છે જે વાત, મનમાં જ ઘૂંટે છે,
કહી દીધું તને અચાનક અજાણતા જે દિલ બોલ્યું,
જોઈ તને આજેય, કલમને શબ્દો ફૂટે છે.
લાગણીઓ વહેંચવા જોઈએ પળ અમુક,
આપશોને એક ક્ષણ નો સાથ? મન પૂછે છે.
ખૂટતું નથી કંઈ, પણ કંઈક ખૂટે છે,
દિલને સમજાવવું કેમ, જે અંદર તૂટે છે.
અશોક