વાયડી
જિંદગી થોડીક લાગે વાયડી.
લાગતી ચાલાક જાણે લોમડી
લાગણી સમજાય આંખો ખોલતાં,
એજ સમજાવું કરો ને ગોઠડી.
ઓળખી આંખો તણો પલકાર ને,
ચાલ મસ્તાની બનાવે ફાંકડી..
લાકડી ઝાલી કદમ માંડ્યા છે ધીરે,
કેડી કંકર સાથ જગ્યા સાંકડી.
આખરી પળ હોય જીવી જિંદગી
થાય સૌને આ નથી કઈ બાપડી.
ફૂલ ફોરમ સાથ સંગાથી બની,
વાયરે વાતી ઉડી છે પાંદડી..
મન અધીરું બાવરું શોધે પછી
મોહ જાગ્યો કોણ જૂએ આંખડી. ©
કાજલ
કિરણ પિયુષ શાહ