અમીરીમાં રમતા ગરીબ જોયા છે,
ગરીબીમાં જીવતા અમીર જોયા છે.
ચાર દિવાલ વચ્ચે રમાંતા ખેલ જોયા છે,
મગરનાં આંસુ સારતા પ્રેમ જોયા છે,
અનુભવની શાળામાં જ શીખ્યા બધું,
પોતાનાં જ પોતીકાને નડતાં એ..ય જોયા છે,
દેખાડો એવો કરે કે 'હું જ તારો ઈશ્વર',
કૃષ્ણની વાંસળી વગાડતા શકુની જોયા છે.
✒️
અશોક ઉપાઘ્યાય