*અર્પણ*
હ્રદયના એક ખૂણે
અબાધિત અધિકાર એનો
એ ભૂલવા
બંધ દ્વારો કર્યા..
માથે મણ મણના તાળા
સ્મૃતિપટથી પર કબ્જો હટાવવા
કર્યા અઢળક પ્રયત્નો...
પણ
એ હઠીલી યાદો...
તો કરી સર્વસ્વ અર્પણ..
અકિંચન યાચક બની
દ્વાર પર માથા પછાડતી..
એ નિર્મોહી ભૂલી ગયો
જઈ દરિયાપાર..
ન ચિઠ્ઠી ન સંદેશ
ન કોઈ વાતચીત..
ન પાછા ફરવાનો અણસાર
છતાં આ હ્રદય ક્યાં સમજે?
એતો આજ પણ
એ નામ પર ધડકે..
એક નિઃશ્વાસ સાથે
ધીરેધીરે આંખો વાટે
ઈચ્છાઓ કુદી પડી
લાખ સમજાવી..
પણ
જીદ ન છોડી..
આ જીવન તો
બસ
એને જ
અર્પણ..©
"કાજલ"
કિરણ પિયુષ શાહ