બારી ની બહાર એક સપનું ડોકાયું...
ને બગીચામાં એક નવું ફૂલ ખીલ્યું....
બસ એટલીજ વાત ને કોઈ જીવી ગયું...
પતંગિયાએ રંગબેરંગી પાંખો ફફડાવી...
ને પક્ષીએ નવું કોઈ ગીત લલકાર્યું...
બસ એટલી જ વાત ને કોઈ નાચી ઉઠ્યું...
હવા ની લહેરખી એ માથું પંપાળ્યું...
ને નવી જ સુંગંધના અહેસાસે હૃદય વલોવ્યું...
બસ એટલીજ વાત ને કોઈ મહેકી ઉઠ્યું...
નવી કેડી પર એક પગલું મંડાણુ.....
ને એક પગલું અંતર માં પ્રવેશ્યું....
બસ એટલીજ વાત ને કોઈ ચાલી નીકળ્યું....
-Tru...