બાય બે હજાર બાવીશ,
તું હોંશથી સુખી તેવી સ(ખી) લાવીશ.
વીસ ભૂંડું ગયું કોરોના માં
એકવીસ માં સહુએ પાડી ચીસ,
મોત થયાં કંઇક સ્વજનોનાં
પડી સહુને આર્થિક ભીંસ.
પણ શાબાશ કહું હે બાવીસ,
હતું જ કે તું આનંદ લાવીશ.
ચલાવ્યાં તેં ચક્રો વિકાસ વિશ્વનાં
થયાં પૂરાં કામ અટક્યાં બે વર્ષમાં
વહી આનંદની ચોતરફ લહેરો
ધર્મોએ રચ્યો અદભૂત નઝારો
પ્રવર્તી શાંતિ, હે જગદીશ,
આવજે તું બે હજાર બાવીસ.
આવ આવ તું ત્રેવીસ,
હજુ વિકાસ તું કરીશ.
- સુનીલ અંજારિયા
( મેં લખેલ કાવ્ય ' બાય 2020 ' વાચ્યું હોય તો આ શીઘ્ર કાવ્ય ગમશે. તે પણ નીચે મુકું છું.)
બાય બેહજાર વીસ
તું ભૂલથી પણ ના ખમીશ.
જાન લીધા તેં નિર્દોષોના
વગર પાયે પ્યાલામાં વિષ.
કેદ કરી તેં દુનિયા ઘરમાં
ધંધા બંધ, કાપ સહુ ખર્ચમાં
ગરીબને મળ્યો ના દાણો પેટમાં
વિદ્યા અટકી શાળા કોલેજમાં
શ્વાસ કર્યા બંધ, બાળક હોય કે વૃદ્ધ
અકાળે થયા રામશરણ ગરીબ કે સમૃદ્ધ
પૈડાં થંભી ગયાં જગમાં પ્લેન હોય કે બસ
વિકાસ ગયો પાછળ વિશ્વની કાપી ધોરી નસ
વિમુખ થયા સહુ સ્વજનોથી
ઉત્સવ ભૂલવા પડ્યા મનોથી
શિશુઓ પામ્યાં ન આનંદે રમવા
વૃદ્ધો પડ્યા ઘર ખૂણે મરવા
બાકી હતું તો ઉત્તરે ચીન મોરચે
લશ્કર મોકલે જાણે જમીન ચોરશે
જગમાં ચારેકોર હાહાકાર તેં મચાવ્યો
પાશવી નાચ ભૂખ, મોતનો રચાવ્યો
ભૂંડા, ટળ, જલ્દી ભાગ અહીંથી
ડાટયું તેં જગ, ડટા કાળમાં ફરીથી
ન યાદ ક્યારે તને કોઈ કરશે
કબર પર તારી માટી નહીં ભરશે.
ધિક્કાર હજો એને જેણે હવામાં ફેલાવ્યું વિષ
પાછું જોયા વગર, જા ભાગ બેહજાર વીસ.
સુનીલ અંજારીયા