વર્ષ પુરું થયું એને કેલેન્ડર જૂનું....
નવું વર્ષે ને નવું કેલેન્ડર... તમે જોયું....
રહેશો જૂના તો તમે જ નહિ સ્વીકારી શકો...
એક જ પરિસ્થિતિને નવી નજરે જોતા શીખો...
Old is gold પણ ત્યારે જ લાગે સારું...
જ્યારે એની કિંમત હોય ને જીવનમાં લાગે સારું ....
તો નવા વર્ષ ને વધાવો નવી દ્રષ્ટિ સાથે...
નાની ખુશીઓ ના ગુલદસ્તા સાથે.....
ગુલદસ્તા ને ના થવા દેશો ક્યારેય ખાલી....
રોજ ઉમેરો એમાં સ્મિત ની એક ડાળી....
પરિસ્થિતિ હોય કોઈપણ ધન્યવાદ વહેંચો દર ક્ષણે...
ગુલદસ્તો પણ મહેકી ઉઠસે જીવનની દરેક ક્ષણે ..
-Tru...