મળ્યા એ બધા જીવન ની કંઇક શીખ દઈ ગયા...
ખાલી નહોતી જગ્યા,એતો તોય ભરી ગયા...
લાગણીઓ વરસાવી અઢળક સ્મિત દઈ ગયા...
ગણતરીમાં પણ થોડીઘણી ફાવટ દઈ ગયા..
ઘણું જીવ્યા સાથે થોડું એકાંત દઈ ગયા..
દિવસો બધા નથી સરખા એ પ્રમાણ દઈ ગયા..
જૂનું થયું વર્ષ અણમોલ સંભારણા દઈ ગયા...
નવા વર્ષ ની નવી શુભેચ્છાઓ દઈ ગયા ....
-Tru...