કોઈ પૂછે કે કેમછો? તો જવાબનો અંદાજ હવે બદલીએ
ખોટા મજામાં નહિ ;પણ જવાબ હોવો જોઈએ મજાનો,
કે છે સાથ શિવનો ;અને હાથ હરિનો,
વચન કૃષ્ણના ; અને રખોપા રામના.
બોલો હવે આ જગતમાં , છે કોઈ આમના થી વધારે કામના,
પ્રભુ સાથમાં અને અનોખા સપના આંખમાં ,આમાં હંમેશા રહીશું મજાના.
©- અંકિત કે ત્રિવેદી - મેઘ