Gujarati Quote in Book-Review by DIPAK CHITNIS. DMC

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*|| ફાનસ ||*

આ ફાનસનો પણ એક સમયે વટ હતો.
ઘર મા લગભગ ૫/૬ ફાનસ તો રહેતા જ. એક દાદા ને ઓરડે, એક ઓસરીએ, અને એક નવ પરણેતરને ઓરડે.બાકીના ડામચિયો હોય ત્યાં, બધાની લાઇનમાં પથારી થઇ જાય. સૌ સુઇ જાય સન્નાટો લાગે એટલે ફુંક મારી ઓલવાય જાય. રસોડે પણ રસોઇ પૂરતું રખાતુ હોય સાંજના સમયે પણ ,બાકીના ફણસોમાં કેરોસીન અને વાટો બધાની ચેક કરી રખાતા .ફાનસના ફોટા રોજ સાંજે ચુલાની રાખથી સાફ થતા. ચકચકિત આરપાર ચહેરો દેખાય એવા.
ત્યારે મોંઘા લીકવીડ નોતા. બીગબઝાર પણ કયા હતી ? છતા સારી સફાઇ થતી.
સ્ત્રીનુ રુટીન હતું સવારથી રાત સુધીનું.
છતા થાક તો હતો જ નહી.
ફાનસના આછા અજવાસમા ગમાણમા ગાયો,ભેંશોને નીણ પણ નંખાતી.
ઓસરીએ પંગત પડે ત્યારે બે બાજુ એક એક ફાનસ ગોઠવતા. એ પ્રકાશમા સરસ ઢીલી ખીચડી ઘીથી લસપસતી. કઢી હોય. રોટલા,રોટલી, લોટવાળા મરચાં, કોઇ સરસ તેલ નીતરતું સ્વાદવાળું શાક.
રાતનુ વાળુ થઇ જાય એટલે ફળીએ ફાનસ મુકી વાસણ ઉટકાઇ જાય. ખાટલા પર ઉધા મુકી દે એટલે નીતરી જતા.કાંસા ની થાળી,તાંસળી ,લોટો એવા વાસણો હતા . નોનસ્ટીક એટલે શુ? એ કદાચ ડીક્ષનરીમા પણ આવ્યું નહી હોય.
કઢી હોય તો સુતી વખતે દુધનો ગ્લાસ સૌ પોતપોતાના રુમ માં લઈ જાય. દુઘ ફરજીયાત પીવાનું જ એવું ,વડીલો કે'તા. દુધ પણ ફ્લેવર વગરનુ.
આ ફાનસ ના આછા પીળા પ્રકાશ મા ભણતા એ આજ કયા ના કયા પહોંચી ગયા છે.સારુ ભણીને....
ફાનસ કેટકેટલી સુંદર યાદોનુ સાક્ષી રહ્યું હશે.
આજ વરસાદ પડે, લાઇટ જાય ત્યારે ચાઇનીસ લાઇટો અંધા કરી દે એવી ઘરમાં આવી ગઇ છે. ઓટોમેટીક ચાલુ થઇ જાય પાછી... ભુતની જેમ આંખ અંજાય જાય તેવી જડુસ.
પણ સાચું કહું.... ફાનસ સાથે જીવવાની મજા હતી હો..... એ ફાનસના આછાં અજવાળાંનો પ્રેમ, એમાં રહેલી કુટુંબ ભાવના, ધીમો પ્રકાશ આંખોનું તેજ સાચવી રાખતો. મોતિયો તો લાડુ જ હોય એવી માત્ર ખબર હતી. આંખમા હોય? એ જડુસ લાઇટો આવ્યા પછી ખબર પડી.
ફાનસમા વાંચનાર શીક્ષક પણ સત્ય સાથે વિદ્યા દાન આપતા. ભણાવવાની રીત પણ ઠાવકી હતી, પીઢતા હતી! વિદ્યાર્થીઓ અને ટીચર વચ્ચેની એક પૂજનીય વડીલ અને બાળક વચ્ચેના સંબંધોની સંસ્કારી રેખા હતી. જ્ઞાન આપનારને વંદનીય ગણાતુ. પણ હવેની આજ બદલાઇ છે. જે લખવા જેવુ રહ્યું નથી.
ફાનસ માત્ર આછું અજવાળું નહી પણ ઠંડી મા હુંફ પણ આપતું . ઢોલિયાની બાજુમાં રાત આખી સળગે અને ઠંડી ઉડાડે. પાતળાં ગોદડાં ટાઢ જીલતાં.
મને ફાનસ ખુબ ગમતા. આજ પણ સાચવીને રાખ્યા છે. આજ પણ લાઇટ જાય તો દિવા કરુ છુ મીણબત્તી નહી.હવે ફાનસ મળે છે પણ ડીઝાઇન મા આવવા લાગ્યા . અંદર જગમગતી વાટ નહી પણ બલ્બ ખોસી દીધા છે.
લોકો હવે જુની ભાત ઉપસાવવા નવી રીત અજવાળવા લાગ્યા .
લાગે છે ફાનસ ને ભુલ્યા નથી.
ભુલાય એવું પણ નથી આ ફાનસ......#દિપકચિટણીસ

Gujarati Book-Review by DIPAK CHITNIS. DMC : 111841300
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now