બે પંક્તિઓ શ્રદ્ધાંજલિની...
આળસ મરડીને બેઠું થયું કે ફરી
મોતને કેવી ચડી હશે કળ ?
આનંદની એ ઘડીઓ બની ગઈ,
ગમગીન ગોઝારી એ પળ !
કંઈ કેટલીય હસતી જીંદગી સાથે ,
મોતની ચાલ કરી ગઈ છળ !
ન જમીન પર કે ન આસમાન પર,
હવામાં જ કાળ બન્યું જળ !
આંસુ જોડે પાણી ભળે ત્યારે શું થાય ?
જનારાએ મૌન સેવ્યું અકળ !
રડનારાની પીડાના ક્યાં છે તળ !
માનવતાના બિબામાં હવે તું ઢળ !
ઓ.... કુદરત, જીત્યું તારું જ બળ !
શિતલ માલાણી 'સહજ'
જામનગર