#HappyDiwali
નવી નવી શોધો દિવાળી ઉજવણી માટે પણ ખૂબ ઉપકારક થઈ છે.
હવે રંગોળી માટે કાણાં પાડેલાં પૂંઠા મળતાં નથી અને નથી કોઈ ગેરુ કરતું. સીધાં બીબાં મૂકી ઉપર ડિઝાઈન અનુસાર કલર ઢોળી બીબું ઊંચું કરો એટલે રંગોળી તૈયાર. તમે બોટલથી કલર સ્પ્રે કરી ટપકાં વગેરે ડિઝાઈનો બનાવી શકો છો.
કપડાં હવે લોકો પહેલાં કરતાં વધુ ટ્રેડિશનલ પસંદ કરે છે અને ઓનલાઇનમાં ફોટા જોઈ પસંદ કરે છે. હા, સમય ઓછો હોય તો દિવાળી પછી પણ મળી શકે.
મીઠાઈઓ અને ફરસાણ ઓનલાઇન તો મગાવી જ શકાય છે પણ ઘેર બનાવવા જલ્દી ફ્રાય કરતી સિસ્ટીમો અને મહેમાનો આવે તો ફટાફટ ગરમ કરતી ઓવન પણ છે.
દિવાળી કાર્ડ ભલે ઓનલાઇન પણ કોઇ પોસ્ટ કરતું નથી પણ વિવિધતા ભર્યા સંદેશો વિડિયો સાથે જોવાની વધુ મઝા આવે છે.
કેલેન્ડર અને દટ્ટા ને બદલે તિથી તોરણો અને હવે ઓનલાઇન તિથી જોઈ શકતા હોઈ એની પણ જરૂર નથી.
ફટાકડા માં પણ નાગ, વાયર વગેરે વધુ ધુમાડા ઓકતા બંધ થઇ ગયા છે, સૂતળી બોમ્બ જેવા ખુબ મોટો અવાજ કરતા પણ ઘટયા છે, તેને ઠેકાણે નવી કેટલીયે વેરાયટી આવી છે.
પૂજા કરવા બેસવું હોય તો ધોતિયું પણ સિવેલું મળે છે. સાડી ગઈ નથી છતાં સાડી લાગે તેવી ચણીયા ચોળી જેવાં મર્યાદા સાથે ખૂબ આકર્ષક લાગે તેવાં વસ્ત્રો પણ આવી ગયાં છે.
આમ આપણે ટ્રેડિશન ભૂલ્યા નથી, નવા સ્વરૂપે તેને જીવંત રાખીએ છીએ.
સહુને દિવાળી મુબારક.