ક્રિષ્ના એટલે સંપૂર્ણ જીવનનો સાર.
કામ,ક્રોધ,મોહ, માયા દગો, મિત્રતા, શત્રુતા,અહંકાર, દયા,પ્રેમ, ધૃણા,સાહસ, વિશ્વાસ, વગેરે જેવા
મનુષ્યના પ્રત્યેક ગુણો - દુર્ગુણો માટે જેની પાસે એક એક સચોટ ઉદાહરણો છે
તે ક્રિષ્ના.
પ્રેમ કરવો,નિભાવવો અને સહજતાથી દૂર થઈ જવું
તે શિખડાવતો ક્રિષ્ના.
જીવનની પ્રત્યેક ક્ષણ જીવતો
તે ક્રિષ્ના.
જીવેલી પ્રત્યેક ક્ષણને ભુલાવી આગળ વધતો
તે ક્રિષ્ના.
ગીતા એટલે પ્રત્યેક મનુષ્યના જીવનની ખુલ્લી કિતાબ.
આ કિતાબ દ્વારા જીવતા શિખડાવે
તે ક્રિષ્ના.
પૂજનીય હોવાની સાથે જેનું જીવન અનુકરણીય છે.
તે ક્રિષ્ના
#Krishna