અસ્ત્ર શસ્ત્રોનું સર્વત્ર જ્યાં પૂંજન થાય ,
જ્યાં તલવારને સંગ ઢાલ ને ભાલા ધરાય.
કટાર બરછી ને પરશુ સંગ ત્રિશૂળ પુજાય,
ધનુષ્ય બાણ સંગ સુદર્શન ચક્ર ને ગડા પુજાય.
આવી તિથિ વિજયા દશમની શસ્ત્રોનું પુજન થાય,
ભુદેવો ના મુખે મંત્રોના શુદ્ધ ઉચ્ચારણો થાય,
રક્ષણ કાજે અસ્ત્રો શસ્ત્રો નું નતમસ્તક વંદન થાય.
રઘુનંદનના વિજય દિવસે દુષ્ટ વિચારોનું દહન થાય,
નર નારી પ્રભુ આનંદે તમાંરા ગુણ ગાન ગાય.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા