નવલી નવરાત આવી ગરબાની રમઝટ લાવી
નવદુર્ગાની ભક્તિનો રંગ લાવી
નવ નવ રાત્રી ના ગરબા ગવાતા
નરનારી સૌ સાથે મળી ગરબાની રમઝટ બોલાવતા
ચોસઠ જોગણીઓ ને રમવા બોલાવતા
ખેલૈયાઓ સાથે મળી ગરબાની રમઝટ બોલાવતા
દાંડિયાની સાથે સાથે તાલ પણ મેળવતા
તાલીઓના તાલે સાથે મળી ગરબાની રમઝટ બોલાવતા
યોગી
-Dave Yogita