છોકરી જ્યારે છોકરો આવે ત્યારે શું જુવે છે?
છોકરો સારું ભણેલો છે સારું કમાય છે. એને આલીશાન બંગલો ગાડી નથી જોઈતા હોતા. એતો સુંદર સુખી જીવન ના સપના સાથે સાસરે આવતી હોય છે. પિયરમાં નાની નાની વાતમાં ઘર ઊંચું કરી દેનારી છોકરી સાસરે આવીને નાની નાની વાતમાં હવે ફરિયાદ નથી કરતી. કંઈ પણ અણગમતું થાય તો પિયર માં તરત ફોન નથી કરી દેતી. વધુ દુઃખ થાય કે દિલ દુભાય તો બંધ રૂમ માં જઈને રડી લે છે. અને પોતાના આંસુ જાતે લૂછીને હસતા મોઢે બહાર આવે છે. આ બાજુ છોકરા ના મન માં એ છોકરી વિરુદ્ધ કાન ભંભેરણી ચાલુ કરી દેશે.સાસરી માં બોલીને ફરી જાય ને એને એકલીને બધા ભેગા થઈ ગમે એમ બોલશે તો પણ એ છોકરો પરિવાર વિરુદ્ધ ન જવા માટે ચૂપચાપ સાંભળ્યા કરશે ને એ છોકરી ને ઘર માં એકલી પાડશે તો પણ એ જતું કરીને પોતાનો ઘર સંસાર સાચવવા એ સાસરી માં સહન કરી ને પડી રહેશે. પોતાના માટેનુ બધું જતું કરશે. પણ વાત જ્યારે એના માં બાપ ને પિયર વિશે આવશે એમના વિરુદ્ધ બોલશે તો સહન ન થતાં એ પિયર આવી જશે. આ બાજુ હજુ તો પેલા છોકરા ના મન માં એ છોકરી વિરુદ્ધ કાન ભંભેરણી ચાલુ જ હશે. એ પોતે જ છોકરાને ડિવોર્સ માટે તૈયાર કરશે. ને નામ એ છોકરી નુ આપશે. અંતે એ છોકરો પણ પરિવારની શાંતિ માટે ડિવોર્સ માટે તૈયાર થઈ જશે ને પોતાનો સુખી ઘરસંસાર ભાંગી દેશે. ને એની રાખ પર પોતાના સપના નો મહેલ બનાવશે.