જય મહાકાલ!
હે નાથ તને હું કયાં શોધુ?
હું શોધુ મારામાં કે સામેવાળા માં?

દ્વેષ, ઝેર, ખુંનાસ , ક્રોધ ને હરવા,
તમે પધાર્યાં પ્રથમ દારુકવનમ નાગેશ્વરમ માં!

કપિલા,હિરણ જ્યાં મળે સરસ્વતી માં,
તમે બિરાજ્યા સમુદ્રના કિનારે સોમનાથ માં!

ગોદાવરી ના કાંઠે, બ્રહ્મગીરી ના તળિયે,
તમે ગોઠવાયા ત્રણ સ્તંભે ત્રંબકેશ્વર માં!

ભીમે કરી તપસ્યા ભીમાં નદી ના કાંઠે ,
તમે આવ્યા પ્રેમથી કહેવાયા ભીમાશંકર !

રાવણે પૂજ્યા અસહ્ય વેદના એ દેવઘર માં,
તમે બન્યા વૈદ્ય ભક્ત ના વૈદ્યનાથ માં !

દેવ દાનવ ના સંગ્રામથી પ્રજા ત્રાહિમામ,
તમે તાર્યા દેવોને નર્મદા એ ઓમકારેશ્વર માં !

ગંગા કાંઠે બ્રમ્હા સર્જનહાર, વિષ્ણું સંરક્ષણકાર,
તમે સંહારક પાપ ના કહેવાયા કાશી વિશ્ર્વનાથ !

હિંદસાગર પાર કરાવો, હે આદિદેવો ના નાથ,
તમે વ્યથા હરનાર રામની, પૂજાય રામેશ્વરમ માં!

બુદ્ધિ, રિદ્ધિ, સિદ્ધિ સંગ શ્રી ગણેશ ને વધાવ્યા,
તમે સજાયા માં પાર્વતી સંગ મલ્લિકાર્જુનમાં!

ધૃષમાં પૂજે પાર્થિવ શિવલિંગ ને તળાવ માં,
તમે બચાવ્યો પુત્ર એનો ઠેર્યા ધુષ્મેશ્વર માં !

ગંગોત્રી ને યમનોત્રી પવિત્ર રુન્દ્રપ્રયાગ ,
તમે વસ્યા ભૂતો સંગ કૈલાસી કેદારનાથ!

પાંચ વર્ષના બાળકે શોધ્યો મુકિતનો માર્ગ,
તમે મોક્ષ આપ્યો સિપ્રા કાંઠે મહાકાલેશ્વર માં!

હે નાથ તને હું કયાં શોધુ?
તું તો વસે કણ કણમાં ને,
દરેક વ્યક્તિ ના તન મનમાં!

Hindi Tribute by Patel Ruchi : 111823746
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now