કલમ
મારી કલમ આજે અવિરત વહ્યા કરી
ન જાણે ક્યારે સડસડાટ ચાલવા લાગી
બંધાઈ ગઈ જાણે મન જોડે દોસ્તી
કંડારવા લાગી મરોડદાર અક્ષરો ના મોતી
મન માંડ્યું દોડવા ને કલમ મંડી વહેવા
જાણે કરી છે રેસ એકબીજા ની
અટક્યું જ્યારે મનડું ત્યારે
કલમે સજી શબ્દોકેરી માળા
-Shree...Ripal Vyas