નખરાળી તું એથીયે નખરાળી તારી અદા,
હૈયાનું પંખીડું કહે થઇ જાઉં એના પર ફિદા...
હોય લઘર-વઘર કે સોળે શણગાર સજ્યા,
મારે તો બસ જોઇયે,તારી પારદર્શી દુનિયા...
બની હમસફર, ન દુનિયાની કોઇ ફિકર,
લે આગોશમાં, કર કોઇ બેપરવાહ સફર...
કહે અનોખીપ્રિતમાં મદમસ્ત "કમલ"
સાંભળ,જો તું કબૂલ તો તારું સઘળું કબૂલ...