ધારણાઓ એથી સારી નીકળે ,
જિંદગી ક્યારેક અકારી નીકળે ,
હું કલમ પકડી ને બેસુજરા
ત્યાં જ શબ્દો ની સવારી નિકળે,
મન પડે બસ એમ બોલી નાખીએ ,
જીભ પણ ક્યારેક કટારી નીકળે ,
બંધ મુઠ્ઠીમાં ભરમ જેવું નથી કશું ,
મુઠ્ઠી હું ખોલું ખુમારી નીકળે ,
હાડ હિ મા ળે જઈ ગાળો છતાં ,
કંઈક ઇચ્છાઓ કુવારી નીકળે,
જીવવું કેવી રીતે ફોરમ હવે ,
આડી રોજ મોંઘવારી નીકળે....
-Mrs Farida Desar