કપડવંજ મુકામે પ્રજાપતિ સમાજ યુવા સંગઠન(PSYS), આણંદ જિલ્લાના પ્રમુખશ્રી અરવિંદભાઈ પ્રજાપતિ દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહમાં PSYSના અગ્રણી શ્રી દીપકભાઈ પ્રજાપતિ દ્વારા મારું શાલ, ફૂલહાર અને ચાક-પ્રતિક અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું. ખરેખર એક આનંદની પળ હતી, કારણ કે આ સન્માન મારા માટે એક સરપ્રાઇઝ બની રહ્યું હતું. ખરેખર તો મને ખ્યાલ જ ન હતો કે સન્માનિત મહેમાનોની યાદીમાં મારું પણ નામ હશે. મને આ અદ્ભુત પળનો અનુભવ કરાવવા બદલ શ્રી અરવિંદભાઈ પ્રજાપતિ અને PSYS નો ખૂબ ખૂબ આભાર...