#મદનીકા_ચેન્નાકેશવ_મંદિર_બેલૂર
બેલુરના ચેન્નાકેશવ મંદિર વિશે જેટલું લખાય તેટલું ઓછું છે.... આમેય હું પહેલાં આ મન્દિર વિશે વિસ્તૃત લેખ લખી જ ચુક્યો છું
બેલૂર કર્ણાટકના હસન જિલ્લામાં સ્થિત છે
એ રાજા વિષ્ણુવર્ધને ઇસવીસન ૧૧૧૭માં બંધાવેલું
આ મન્દિર એ ત્રણ પેઢીએ ૧૦૩ વર્ષમાં બંધાવેલું
ભારતનું કોઈ મન્દિર આટલાં લાંબા સમયમાં પરિપૂર્ણ નથી થયું
એટલાજ માટે એ સનાતન ધર્મની જીવતી જાગતી મિસાલ છે
બેલૂર એ હોયસાલ રાજાઓની રાજધાની હતું
હોયસાલ રાજાઓએ જે શિલ્પસ્થાપત્ય કલા વિકસાવી એને હોયસાલ સ્થાપત્યકલા કહેવાય છે
જે તે સમયની અદ્વિતીય સ્થાપત્યકલા સાબિત થઈ છે
ચેન્નાકેશવ એ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે
એ સમગ્ર મંદિર સંકુલ દર્શનીય છે
પણ ચેન્નાકેશવ મન્દિર જગવિખ્યાત હોય તો મદનીકના કુલ ૪૨ શિલ્પોને કારણે
આ મદનીકાન શિલ્પો વગર ચેન્ના કેશવ મનદીરની વાત જ ન કરાય
આ મદનીકાને અંગ્રેજીમાં Celestial Maidens કહેવાય છે
આની અદભુત કલાકારીગરી અને નૃત્યભંગી એ તમે જોતાં જ રહી જાવ એવી છે
તમે સહેજે અંદાજો લગાવી શકો કે આને શિલ્પકલામાં ઢાળતાં સહેજે ૧૦૩ વર્ષ લાગ્યાં હોય