લયલતુલ કદ્ર .. નાઇટ ઓફ પાવર.
પવિત્ર કુરાન ગ્રંથની ૯૭મી સુરાહ નું શિર્ષક અલ-કદ્ર છે, ફક્ત પાંચ આયતો આ સુરાહમાં છે. જેની પહેલી આયતનો અનુવાદ કંઇક આવો છે.. “અમો(અલ્લાહ/ઇશ્વર) એ આ દિવ્ય શક્તિની રાત ઉતારી છે. અરબીમાં લય્લ એટલે રાત્રી અને કદ્ર એટલે Power/દિવ્ય શક્તિ. કદ્ર પરથી કાદિર નામ થયું. રમઝાન મહિનાની ૨૩મી, ૨૫મી કે ૨૭મી રાત લયલતુલ કદ્રની રાત મનાય છે. અમો મુસ્લિમ દાઉદી/અલિયા/સુલેમાની વોહરાઓ રમઝાન મહિનાની ૨૩ મી રાત લયલતુલ કદ્ર મનાવીને પુરી રાત બંદગી કરીયે છીએ. અન્ય મુસ્લિમો રમઝાન ૨૫મી કે ૨૭મી રાત્રી લયલતુલ કદ્ર સમજે છે.
નબી મોહંમદ સાહેબે(તેમના પર સલવાત અને સલામ) તેમની એક થી પાંચ વરસની ઉંમર, અરબસ્તાનનાં અફાટ રણ અને ખુલ્લા આકાશમાં બેદુઇન આરબો વચ્ચે વિતાવેલ હતી. મક્કા એ સમયે કુરૈશી વેપારીઓથી ધમધમતું શહેર હતું તેમજ કાબા અન્ય આરબો માટે એક જાત્રા ધામ હતું. યુવાન મોહંમદ સાહેબ ને આવાં વાતાવરણમાં ગુંગળામળ થતી એટલે તેઓ વધુ આંતરમુખી અને આધ્યાત્મિક બન્યાં. મક્કામાં તેઓ એ સમયે પણ સાદિક અને અમીન (સત્યનિષ્ઠ અને ભરોસાપાત્ર) ગણાતાં. ૨૫ વરસની ઉંમરે તેઓ ખદીજા સાથે લગ્ન સંબંધ થી જોડાયા. ૩૭ વરસની ઉંમર પછી તેઓ વધુ આધ્યાત્મિક બન્યાં અને તેઓ અલ્લાહ/ઇશ્વરના બંદગી કરવાં માટે દરરોજ રાત્રે મક્કા થી થોડે દુર આવેલ એક ઉંચા પહાડની(જુઓ ચિત્ર)ટોચની એક નાનકડી ગુફા પર જતાં જે હવે ગારે હિરા તરીકે ઓળખાય છે. આવી ઘણી રાતો તેઓ આ નિર્જર ગુફાઓમાં વિતાવતાં અલ્લાહની બંદગી કરતા.. સાથે જઉ ના લોટની રાબડી અને પાણી લઇ જતા. એક રાત્રે ખૂબ બંદગી કર્યા પછી તેઓ ગાઢ નિદ્રામાં હતાં, તેવામાં અલ્લાહનાં ફિરસ્તા જીબ્રીલનાં દ્રશ્ય થી તેઓ જાગી ગયાં, ફિરસ્તા(દેવદૂત) જીબ્રીલ પોતાના દિવ્ય સ્વરૂપમાં હતાં, ગર્જના થતી હોય તેવાં આજ્ઞાકારી અવાજમાં તેઓ એ મોહંમદ ને ફરમાવ્યું કે “ઇકરા” Read વાંચ. ઘડીભર તો મોહંમદ સાહેબ ને લાગ્યું કે “હું સાન તો નથી ગુમાવી બેઠો ને” તો પણ તેઓ એ જવાબ વાળ્યો કે “હું નથી વાંચી શક્તો” , ફિરસ્તા જીબ્રીલ, મોહંમદ સાહેબ શ્વાસ પણ ન લઇ શકે તે રીતે તેમના શરીરને દબાવી ને ફરી કે બોલ્યા કે “ Read”, ફરી થી મોહંમદ સાહેબે કહ્યું “હું વાંચી શકુ તેમ નથી”. ફરી થી જીબ્રીલે મોહંમદસાહેબ ને જબરદસ્ત બથ ભરી ને કહ્યું કે “Read”. મોહંમદ સાહેબે ફરી એ જ જવાબ આપ્યો એટલે વળી મોહંમદ સાહેબને એવી ભીંસ આપી કે મોહંમદ સાહેબ ને થયું કે તેઓ મરી જશે. છેવટે જીબ્રીલે તેમને ભીંસમાં થી મુક્ત કરીને ફરમાવ્યું કે “Read”અલ્લાહના નામ થકી જે સર્વ તારણહાર છે જેઓ એ ગંઠાઇ ગયેલ લોહી(વિર્ય)નાં એક ટીપામાં થી ઇન્સાનને બનાવ્યો છે. જાહેર કર કે તારો રબ પરમ દયાવાન છે અને તેણે(અલ્લાહ/ઇશ્વરે) કલમ ની મહત્તા સમજાવી છે, ઇન્સાનો એ શીખવ્યું જે તે જાણતાં નથી.” આ હતી અલ્લાહ તરફની પહેલી વહી.. મોંહમદ સાહેબને અલ્લાહનાં રસુલ (The Messenger) તરીકે પસંદ કરાયેલ. આ રાત્રી રમઝાન મહિના ની છેલ્લા દશકાની એક રાત હતી. વસ્સલામ