ન જાણે શું છે આપણું સગપણ,
તોય મને છે તારું વળગણ.
રોજ રોજ લડતાં જ રહીએ,
તોય જળવાયેલું રહે છે ગળપણ.
મરવું છે તારામાં થઈ ઓતપ્રોત,
જીવવું તારી સંગાથે મારું ઘડપણ.
નથી જાણતી કાયદા કે વાયદા પ્રેમનાં,
"બસ ચાહુ છું તને"એ મારું સમર્પણ.
સાત ફેરા,સાત વચનોમાં કશું નથી માંગતી,
અંતિમ પળોનો સાથ એ જ હશે સાચું તર્પણ.....
-- સરગમ
-Priyanka Chauhan