Gujarati Quote in News by મહેશ ઠાકર

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાકા મટીને ભત્રીજા બનવું...
#HDFC
#Merger

1955માં વર્લ્ડ બેંક, ભારતની પબ્લિક સેક્ટર બેન્કસ અને પબ્લિક સેક્ટર ઇન્સ્યોરન્સ કંપનીઓ ના સહયોગથી ઇન્ડસ્ટ્રીયલ ક્રેડીટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ICICI) ની સ્થાપના થયેલી અને 1956માં મૂળ સૂરતના હસમુખભાઈ ઠાકોરદાસ પારેખ (H T Parekh અથવા HTP ) ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે જોડાયા. 1972માં તેઓ ICICI ના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર બન્યા અને 1976માં રીટાયર થયાં ત્યાં સુધી સેવા આપી. રીટાયરમેન્ટ બાદ પણ તેઓ 1978 સુધી ICICI ના બોર્ડ પર હતા. 1977માં 66 વર્ષની ઉંમરે તેમણે હાઉસિંગ લોન માટે ડેડીકેટેડ પ્રાઇવેટ ઇન્સ્ટીટયુટ સ્થાપવાનું નક્કી કર્યું. તે વખતના ફાયનાન્સ સેક્રેટરી ડો. મનમોહન સિંહને તેઓ મળ્યા ત્યારે ડો. સિંહે તેમને કહ્યું કે તેઓ અનનોન વેન્ચરમાં પ્રવેશી રહ્યા છે અને તેનું ભવિષ્ય અનિશ્ચિત છે. પણ પારેખ સંસ્થા સ્થાપવા ફર્મ હતા અને તેનું નામ આપ્યું. Housing Development Finance Corporation (HDFC). હસમુખભાઈ પારેખએ તેમના ભત્રીજા દિપક પારેખને ગમે તેમ કરીને HDFC સાથે જોડાવા મનાવ્યાં. દિપક પારેખ અર્ન્સટ & યંગ, ગ્રીન્ડલેઝ બેંકમાં કામ કરી ચુકેલા અને તે વખતે ચેઝ મેનહટનમાં કામ કરતા હતાં અને કાકાના આગ્રહથી 50% ઓછા પગારમાં 1978માં HDFC સાથે ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે જોડાયા. HDFCનો IPO જયારે આવ્યો, ત્યારે પારેખ UTIના ચેરમેન પાસે ઇન્વેસ્ટમેન્ટ માટે મળ્યાં, તો ચેરમેનએ ઇન્વેસ્ટ કરવાની એટલે ના પાડી દીધી કારણકે એમને લાગ્યું કે HDFCનો બિઝનેસ એ બહુ રિસ્કી બિઝનેસ છે. પરિણામે HDFCનો IPO ફ્લોપ ગયો અને લિસ્ટિંગના દિવસે ઓફર પ્રાઈઝથી 20% ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થયો! વિધીની વક્રતા જુઓ કે HDFC નો બિઝનેસ એટલો સફળ થયો કે UTIએ એના શેર્સમાં રોકાણ કર્યું અને પાંચ જ વર્ષમાં UTI કંપનીની લાર્જેસ્ટ શેરહોલ્ડર બની ગઈ!


1991 માં ફાયનાન્સીયલ રિફોર્મ્સના પ્રણેતા ડો. મનમોહન સિંહની આગેવાની હેઠળ સરકારે પ્રાઇવેટ બેંક્સની સ્થાપના કરવાની મંજુરી આપી. 1993માં પહેલી પ્રાઇવેટ બેંક UTI બેંક (હવે Axis બેંક) ની સ્થાપના બાદ 1994માં HDFCની સબસીડરી તરીકે HDFC બેંકની સ્થાપના થઇ, જેની કોર્પોરેટ ઓફીસનું ઉદ્ઘાટન ડો. મનમોહન સિંહે મુંબઈમાં કર્યું. (UTI બેંકની પહેલી બ્રાંચ અને રજીસ્ટરડ ઓફીસ અમદાવાદમાં હતી અને તેનું ઉદ્ઘાટન પણ ડો. મનમોહન સિંહે જ કરેલું). એટલે હવે HDFC ની બે કંપનીઓ થઇ, HDFC અને HDFC બેંક. શેરબજારના ટ્રેડર્સમાં HDFC ‘મોટો HDFC’ તરીકે અને HDFC બેંક ‘નાનો HDFC’ તરીકે ઓળખાતો થયો. માર્કેટ કેપિટલાઈઝેશનની દ્રષ્ટિએ પણ મોટા HDFCનું માર્કેટ કેપ નાના HDFC કરતાં વધારે હતું.

ધીરે ધીરે બેન્કિંગ શેર્સની ડિમાન્ડ વધવા માંડી અને એવું થયું કે HDFC બેંકનું માર્કેટ કેપ, HDFC કરતાં વધી ગયું! 3 એપ્રિલ 2022ના દિવસે HDFC બેંકની માર્કેટ કેપ આશરે રૂ. 8.9 લાખ કરોડ હતી અને HDFC ની માર્કેટ કેપ આશરે રૂ. 4.7 લાખ કરોડ હતી. 4 એપ્રિલ 2022 ની સવારે HDFC અને HDFC બેંકના મર્જરના સમાચાર આવ્યાં અને મારા જેવાંના આશ્ચર્ય વચ્ચે HDFC નું મર્જર HDFC બેંકમાં થયું! એટલે કે ટ્રેડર્સ જેને મોટા HDFC તરીકે ઓળખતા તેનું મર્જર નાના HDFC તરીકે ઓળખાતાં HDFC બેંક માં થયું! એટલે HDFC કાકા મટીને ભત્રીજા બની ગયા!

જો કે બિઝનેસ સેન્સથી જુઓ તો મર્જર બરાબર છે; કારણકે માર્કેટ કેપની દ્રષ્ટિએ HDFC બેંક મોટી કંપની છે. વળી, HDFC નો બિઝનેસ માત્ર હાઉસિંગ લોનનો છે, જયારે HDFC બેંક માટે હાઉસિંગ લોન એ ઘણાં બધા બિઝનેસમાં નો એક બિઝનેસ (one of many) છે. મર્જર પૂરું થતાં એક થી દોઢ વર્ષ થશે. અત્યારે HDFC તો એવી કંપની છે જ જેનું પ્રમોટર હોલ્ડીંગ શૂન્ય છે, પણ HDFC બેંકમાં HDFC નું 25%+ પ્રમોટર હોલ્ડીંગ છે. મર્જર બાદની એન્ટીટી એવી વિશેષ કંપની બની જશે (દા.ત. L&T) જેનું પ્રમોટર હોલ્ડીંગ શૂન્ય હશે! માર્કેટ કેપની દ્રષ્ટિએ કદાચ તે TCSને પાછળ છોડીને Reliance પછી બીજા નંબરે આવી જશે. આ મર્જર ભારતનું મોટામાં મોટું મર્જર થશે.

દિપક પારેખે મીડિયાને સંબોધતા એવી ટીખળ કરી, કે તમે (મીડિયા) હંમેશા એક દિવસ આગળ હોવ છો પણ આ વખતે તમે ફેઈલ થયાં અને તે કારણે હું નારાજ છું! મને (પારેખને) એવું હતું કે અમે એનાઉન્સ કરીશું એ પહેલાં માર્કેટમાં મર્જરની વાત વહેતી થઇ જશે. તેમણે જણાવેલી કેટલીક બીજી અગત્યની વાતો નીચે પ્રમાણે છે,
• એમ્પ્લોયીઝએ એમની નોકરીની ચિંતા કરવાની જરૂર નથી, કારણકે કોઈને રીટ્રેચ કરવામાં નહીં આવે.
• પારેખ 77 વર્ષના છે અને SEBI/RBIની ગાઇડલાઇન પ્રમાણેની બોર્ડમેમ્બરની મેક્સીમમ ઉંમર 75ને વટાવી ગયાં છે તેઓ હાલમાં HDFCના નોન-એક્ઝીક્યુટીવ ચેરમેન છે. MD કે CEOની ઉંમર 70 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને હાલમાં HDFCના VC & CEO કેકી મિસ્ત્રી 67 વર્ષનાં છે. મર્જર પૂરું થતાં સુધીમાં તેઓ પણ રીટાયરમેન્ટ એજની નજીકમાં પહોંચી જશે. તેઓ આમ પણ હવે લાંબો સમય એક્ઝીક્યુટીવ રોલમાં રહેવાં માંગતા નથી.


આથી નવી એન્ટીટીના MD & CEO તરીકે હાલના HDFC બેંકના MD & CEO શશીધર જગદીશન રહેશે, જે હજુ 56 વર્ષના જ છે, આથી એમની પાસે એક દાયકા કરતાં વધુનો સમય છે.
• અમારી (પારેખ અને મિસ્ત્રી) સારી સંભાળ લેવાશે. મને નથી લાગતું કે અમને થ્રો આઉટ કરાશે. આ ફ્રેન્ડલી મર્જર છે, હોસ્ટાઈલ મર્જર નથી. આ બે સરખે સરખા (equals) નું મર્જર છે.

-મહેશ ઠાકર

Gujarati News by મહેશ ઠાકર : 111797187
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now