મારા મતે પ્રેમ ની વ્યાખ્યા ઉમરં ના દરેક તબકકે અલગ લાગે છે.
જવાની ની શરૂઆત મા ગમતું ઘેલછા અને ગાંડપણ, ફન અને એક્સાઇટમેન્ટ , નવો સ્પર્શ અને સપના , દેખાવ બસ આટલું જ પ્રેમ
સમય ની સાથે મેચ્યોરિટી આવે અને ખબર પડે, સલામતી, સભ્યતા , સાહસ , શાંતિ , સમજણ , સહાનુભૂતિ અને સાચવણી બસ એ જ પ્રેમ.
ને ચાલીસી વટાવ્યા પછી ખબર પડે , કોઈની બાજુમાં ફક્ત બેસવાથી આપડા વાણી વર્તન અને વર્ણન મા ઠંડક વ્યાપી જાય, દુઃખ , ફરિયાદો , અજંપો, અકળામણ, બધું હાશકારા મા ફેરવાઈ જાય એ પ્રેમ.
અને જીવન ના આ ત્રણ તબક્કા મા એ એકજ વ્યક્તિ સતત આપડી જોડે આ પ્રવાસ માંથી પસાર થાય . તો તમારા થી વધારેનસીબદાર બીજું કોઈ નહિ.
નિધિ💙