થામી લે હાથ, એવી આજીજી નહીં કરું,
કારણ, હર્દયથી હર્દય જોડ્યું છે તારે સંગાથ.
જોડી દે નામ, એવી આજીજી નહીં કરું,
કારણ, શ્વાસોમાં શ્વાશોને ભર્યા છે અથાગ.
ભરી દે ને માંગ, એવી યાચના પણ નહીં કરું,
કારણ, તારા પ્રેમરંગમાં રંગી છે મેં આતમ.
બનાવી દે સંગાથી, એવી વિનંતીઓ નહીં કરું,
કારણ, તારામાં ઓગાળી છે મેં મારી જાત.
આપી દે પ્રણયવચન, એવી યાચના નહીં કરું,
કારણ, તસ્વીરો મારી જોઈ છે મારી, તારી આંખમાં...
--- સરગમ
-Priyanka Chauhan