#ValentineDay
ને આમ, ઉજવી લે, વેલેન્ટાઈન ડે, શાનદાર...
કરી લે, તું ખુદને પ્યાર, હસાવી દે, રડતાંને યાર,
ને આમ, ઉજવી લે,
વેલેન્ટાઈન ડે, શાનદાર!
કરી લે, ગમતાંનો ગુલાલ, લઈ લે, દુ:ખ કોઈનું ઉધાર,
ને આમ, ઉજવી લે,
વેલેન્ટાઈન ડે, શાનદાર!
કરી લે, સુખની વ્યાખ્યા નવી બે ચાર, થઈ જા, જરુરતમંદની ઢાલ,
ને આમ, ઉજવી લે,
વેલેન્ટાઈન ડે, શાનદાર!
કરી લે, સ્વજનોને વ્હાલ, વહેંચી દે, સ્મિત ની લ્હાણ,
ને આમ, ઉજવી લે,
વેલેન્ટાઈન ડે, શાનદાર!
કરી લે, હતાશ મનને માત, બની જા, ઉર્જાનો સ્તોત્ર અઘાત,
ને આમ, ઉજવી લે,
વેલેન્ટાઈન ડે, શાનદાર!
કરી લે, પ્રયત્ન અગાથ, પહોંચી જા, મંઝીલ ની પાસ,
ને આમ, ઉજવી લે,
વેલેન્ટાઈન ડે, શાનદાર!
કરી લે, જીવનને પડકાર, પકડી લે, પડતાંનો હાથ,
ને આમ, ઉજવી લે,
વેલેન્ટાઈન ડે, શાનદાર!
કરી લે, “ચાહત” નો જયજયકાર, કરી દે, નફરતને હદપાર,
ને આમ, ઉજવી લે,
વેલેન્ટાઈન ડે, શાનદાર!
💕ચાહત💕
(Neha Desai, NJ)