જેના મુલાયમ હોઠ જ ગુલાબની પાંખડી જેવા હોય
એની સુગંધ મારામાં ભળી જાય પછી બીજું શું જોઈએ,
જેની સાથે આંખો મળતા પ્રેમનો એકરાર થઈ જતો હોય,
એના હાથોમાં મારો હાથ હોય પછી બીજું શું જોઈએ,
જેની મધુર વાણીમાં ચોકલેટથી પણ વધુ મીઠાસ ભરી હોય,
એની સાથે પ્રેમભરી વાતો થઈ જાય પછી બીજું શું જોઈએ,
જેનો સાથ જ મારા જીવનમાં અમૂલ્ય ભેટ સમાન હોય,
એનો સાથ જીવનભર મળી જાય પછી બીજું શું જોઈએ,
જેના સ્પર્શ માત્રથી જ જીવનભરનો થાક ઉતરી જતો હોય,
એનું સ્નેહભર્યું આલિંગન મળી જાય પછી બીજું શું જોઈએ,
જેની બાહોમાં એક અલગ જ દુનિયાનો અહેસાસ થતો હોય,
એનું તસતસતું ચુંબન મળી જાય પછી બીજું શું જોઈએ,
જેની સાથેનો દરેક દિવસ, દરેક પળ વેલેન્ટાઈન ડે જ લાગતો હોય ..
એને હસતા જોઈ બધા દુઃખ ભૂલી જવાય પછી બીજું શું જોઈએ,
#ValentineDay